Monthly Archives: May 2012

ચાંદની માં મેઘધનુષ્ય….

ખુલ્લી બારી માંથી…
આકાશ ની બાંહો માં મને ચાંદ દેખાયો…. મારી બંધ બાહોં માં પણ મારો એક ચાંદ છુપાયો.

ચાંદ ની પૂનમ થી ઓલું આકાશ ઉજળું હતું,
અને પેલા નાઈટ લેમ્પ ના આછા ઓજસ માં મારો ચાંદ રોશન હતો.

ગુલાબી હોઠ એના ક્યારેક હસતા, મારા ખભા ને ચૂમતા.
મરૂન એના હાથ મેહેંદી ના, સ્પર્શ કરતા, મને પ્રેમ રંગ લગાવતા.
કાળા રેશમી કેશ એના ખુદ ને જ પરેશાન કરતા, મારી આંગળીઓ ની રાહ જોતા,
હટાવું એને કાજળ ભરેલી આંખ પરથી અને રાખું એને કાન પાછળ.

ગુલાબી, મરૂન, કાળો અને એ શ્વેત ચાંદની….
બસ કૈક આમ આખી રાત રચાયું મારા-એના પ્રેમ ના ધોધમાર વર્શાદ માં એ મેઘધનુષ્ય…

વેળા પરોઢિયે એ ચાંદ ઢળતો દેખાયો મને ઓલા આકાશ ની ક્ષિતિજ માં,
એ જ ખુલ્લી બારી માંથી જોયો પેલા આકાશે મારા ચાંદ ને મારી બાંહો માં!

Tagged , ,